દિલ્હી: CAA વિરુદ્ધ જામિયા બાદ હવે જાફરાબાદમાં હિંસક પ્રદર્શન, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા
નાગરિકતા કાયદો: બપોરે લગભગ બે વાગે અહીં લોકોની સંખ્યા વધી ગઈ અને સતત લોકો નારેબાજી કરી રહ્યાં હતાં. લોકો `જામિયા તુમ સંઘર્ષ કરો હમ તુમ્હારે સાથ હૈ`ના નારા લગાવી રહ્યાં હતાં.
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન એક્ટ (CAA) વિરુદ્ધ જામિયામાં થયેલી ઘટના બાદ હવે નોર્થ ઈસ્ટ દિલ્હી (Delhi) જાફરાબાદમાં પણ આંદોલન જોવા મળ્યું છે. હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે અને બિલ વિરુદ્ધ નારેબાજી કરી રહ્યાં છે. હજારો લોકો બેનર અને ઝંડા હાથમાં લઈને રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. સ્થિતિ ન બગડે એટલે પોલીસ ફોર્સ પણ ઘટનાસ્થળે હાજર છે.
નાગરિકતા કાયદા પર ઘમાસાણ, PM મોદીએ ઝારખંડની ધરતી પરથી કોંગ્રેસને ફેંક્યો પડકાર, જાણો શું કહ્યું?
બપોરે લગભગ બે વાગે અહીં લોકોની સંખ્યા વધી ગઈ અને સતત લોકો નારેબાજી કરી રહ્યાં હતાં. લોકો જામિયા તુમ સંઘર્ષ કરો હમ તુમ્હારે સાથ હૈના નારા લગાવી રહ્યાં હતાં. અચાનક ભીડ ઉગ્ર બની અને પોલીસ પર પથ્થરમારો કરવા લાગી હતી. આ સ્થિતિમાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. ભીડને વેરવિખેર કરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યાં.
આ VIDEO પણ ખાસ જુઓ...
જામિયા-AMU હિંસા મામલે સુપ્રીમનો હસ્તક્ષેપનો ઈન્કાર, અરજીકર્તાઓને કહ્યું- હાઈકોર્ટમાં જાઓ
અત્રે જણાવવાનું કે નાગરિકતા સંશોધન એક્ટ (CAA) વિરુદ્ધ જામિયામાં થયેલી હિંસાના મામલે દિલ્હી પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓમાંથી એક પણ વિદ્યાર્થી નથી. તમામ આરોપીઓ ક્રિમિનલ બેકગ્રાઉન્ડના લોકો છે. તેમાંથી 3 તો એવા લોકો છે જે વિસ્તારના બીસી એટલે કે બેડ કેરેક્ટર તરીકે જાણીતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube